મીડિયા અને મહિલાઓ

Vol-5 | Issue-7 | July-2020 | Published Online: 15 July 2020    PDF ( 304 KB )
DOI: https://doi.org/10.31305/rrijm.2020.v05.i07.019
Author(s)
Rashmi Prajapati 1

1Ph.D. Scholar, Gujarat University, Ahemdabad

Abstract

ભારતમાં 19 મી સદી સમાજ સુધાર આંદોલન અને મીડિયાના ફેલાવાની સદી રહી છે. જેમાં કેન્દ્રમાં મહિલા પણ છે. અને આ સુધાર મુલક વિચારો ઘણે અંશે મીડિયાને આભારી છે. મહિલાઓના સુધાર મૂલક વિચારોનો પ્રસાર કરવામાં પ્રિંટ મીડિયાનો મહત્વનો ભાગ રહ્યો છે, જેમકે સતીપ્રથાનાં વિરોધમાં બંગદુત પત્રિકા શરુ થઈ, બ્રહ્મ સમાજના સંરક્ષણ માટે મહિલા પત્રિકા બામાબોધિની શરુ થઈ, સ્ત્રી દર્પણ નામની પત્રિકા સ્ત્રીવાદી આંદોલનની મુખ્ય પત્રિકા બની. આ સિવાય પ્રભા, માધુરી, મર્યાદા, સુધા વગેરે... જેવી પત્રીકાઓમાં પણ સ્ત્રીનો અવાજ બુલંદ થવા લાગ્યો.

ઈલેકટ્રોનિક મીડિયામાં પણ મહિલાઓની છબી ઉપસેલી રહી. જેમા ભારતીય મહિલાની ભૂમિકા દાદાસાહેબ ફાળકેની ફિલ્મ રાજા હરીશ્ચંદ્ર (1993) થી શરુ થઈ. ત્યાર પછી સત્યવાન સાવિત્રી, અહલ્યા ઉદ્ધાર, સતી પદ્મિની, સતી તારા, અન્નપુર્ણા જેવી ફિલ્મોમાં સ્ત્રીની ત્યાગ મુર્તિ, શ્રદ્ધાની દેવી, આદર્શ નારી, પતિવ્રતા જેવી છબી ઉભરાતી દેખાય છે. મધર ઈન્ડિયા, આંધી, ભૂમિકા, દામિની, લજ્જા વગેરે જેવી ફિલ્મો ભારતની સમાજની સ્ત્રીનું મહત્વપુર્ણ સ્વરુપનું વર્ણન કરે છે. આ સિવાય બાલ વિવાહ, અનમેલ વિવાહ, પરદાપ્રથા, અશિક્ષા વગેરે જેવી ફિલ્મો નારી જીવનથી સંબંધિત સમસ્યાઓને ઉજાગર કરે છે. અનારકલી, દેવદાસી, બાલવિધવા, સ્ટેજગર્લ, નર્તકી તારા, લેડી ટીચર વગેરે ફિલ્મોમાં મહિલાઓની પૌરાણિક ભૂમિકાથી ભિન્ન માનવીય છબી જોવા મળે છે. ધૂલ કા ફુલ, હરે કાંચકી ચુડિયા, જૂલી, ત્રિશુલ, કુંવારી માં વગેરે ફિલ્મોમાં પણ સ્ત્રીનું ચરિત્ર  લોકપ્રિય રહ્યું. દામિની, ચાંદની બાર, નો વન કિલ્ડ જેસીકા, ધ ડર્ટી પિક્ચર, કહાની વગેરે જેવી આજની નારી પ્રધાન ફિલ્મોએ પણ નારીની સંવેદનાને વાચા આપી છે.

આ સિવાય ટેલિવિઝનના ટચુકડા પડદા પર પણ સ્ત્રીઓની ભૂમિકા મહત્વની રહી છે. જેમાં હમલોગ જેવી પારિવરિક સિરિયલ તેમજ રજની સિરિયલમાં ભ્રષ્ટાચાર, બેઈમાની, અને ઘરેલુ હિંસાના વિરોધમાં ઉભેલ આ નાયિકા સમાજ સુધારકની છાપ ઉભી કરે છે. અધિકાર સિરિયલ પણ સ્ત્રીઓના અધિકારો પર બનાવેલ સિરિયલ છે. આ સિવાય ઉડાનમાં પછાત ગામમાં પ્રચલીત સ્ત્રી ભ્રુણ હત્યા અને કુરિવાજો વિરુદ્ધ બળવો કરનાર સ્ત્રીની ભૂમિકા જોવા મળે છે. પુકાર, હમરાહી જેવી સિરિયલમાં પણ સ્ત્રીની ભૂમિકા મહત્વની છે. આ સિવાય એકતા કપુરની સિરિયલ ક્યુંકી સાસ ભી કભી બહુ થી, કહની ઘર ઘર કી, કસોટી જિંદગી કી, પવિત્ર રિશ્તા, હમ પાંચ વગેરે પણ નારી પ્રધાન કહી શકાય. આ સિવાય બાલિકા વધુ માં બાલ વિવાહ અને તેના દુષ્પરિણામો વિશેની વાત છે. આ સિવાય દિયા ઓર બાતી હમ, સાથ નીભાના સાથિયા, કુમ કુમ ભાગ્ય વગેરે જેવી સિરિયલો પણ ટચુકડે પડદે મહિલાઓની સ્વાયતતા અને આત્મનિર્ભરતાના દર્શન કરાવે છે.

આમ, અહિં પ્રિંટ મીડિયાનાં સામાયિકો, પત્રિકાઓ અને લેખો દ્વારા તેમજ ઈલેકટ્રોનિક મીડિયામાં ફિલ્મો, ટીવી સિરિયલો દ્વારા સ્ત્રીની ભૂમિકા, સ્વરુપ, અધિકારો અને તેના સ્થાનનું સંક્ષિપ્ત નિરુપણ કરવામાં આવ્યુ છે.

Keywords
પ્રિંટ મીડિયા, ઈલેકટ્રોનિક મીડિયા, મહિલા સશક્તિકરણ, નારીવાદ
Statistics
Article View: 756