જીમ્નાસ્ટિક્સ, સૂર્યનમસ્કાર અને સાંધિક પ્રવૃત્તિઓની શરીર દળઆંક પર થતી અસરનો તુલનાત્મક અભ્યાસ
| Vol-5 | Issue-9 | September-2020 | Published Online: 15 September 2020 PDF ( 504 KB ) | ||
| DOI: https://doi.org/10.31305/rrijm.2020.v05.i09.028 | ||
| Author(s) | ||
| પ્રવિણા આર. પાંડાવદરા 1; ડૉ. બીમલ કે. જોષી 2 | ||
|
1પીએચ.ડી. સ્કોલર, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. 2માર્ગદર્શક, (આસિસ્ટન્ટ પ્રોફેસર), શાહ સી. કે. મ્યુનિસપલ કોમર્સ કોલેજ, કલોલ (એન.જી.) |
||
| Abstract | ||
જીમ્નાસ્ટિક્સ, સૂર્યનમસ્કાર અને સાંધિક પ્રવૃત્તિઓની શરીર દળઆંક પર થતી અસરનો તુલનાત્મક અભ્યાસ કરવાનો હતો. આ સંશોધન અભ્યાસ કે. કે. મોરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, મુ. પ્રાચી તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ પુરતો મર્યાદિત હતો. આ સંશોધન અભ્યાસમાં 10 થી 15 વર્ષના પુરૂષ જાતિના ભાઈઓને વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં ફક્ત ભાઈઓને જ પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં જિમ્નાસ્ટિક્સ, સૂર્યનમસ્કાર અને સાંધિક પ્રવૃત્તિઓની 12 અઠવાડિયાની તાલીમ આપવામાં આવી હતી. આ સંશોધન અભ્યાસમાં વિષયપાત્રોને ચાર જૂથમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. જેમાં 20 વિદ્યાર્થીઓને જીમ્નાસ્ટિક્સ, 20 વિદ્યાર્થીઓને સૂર્યનમસ્કાર, 20 વિદ્યાર્થીઓને સાંધિક પ્રવૃત્તિઓ અને 20 વિદ્યાર્થીઓને નિયંત્રિત જૂથમાં સમાવવામાં આવ્યા હતા. આમ કુલ 80 વિષયપાત્રોને પસંદ કરવામાં આવ્યા હતા. માપનનું ધોરણમાં શરીર દળઆંકનું માપન વજન/ઊંચાઈ2 દ્વારા કરવામાં આવ્યુ હતુ. જીમ્નાસ્ટીક્સ, સૂર્યનમસ્કાર અને સાંધિક રમતોની શરીર દળઆંક પર થતી અસરો જાણવા એક માર્ગીય વિચરણ સહવિચરણ પૃથક્કરણ (One Way Analysis of Covariance) કસોટી લાગુ પાડી મધ્યકો વચ્ચેના તફાવતોને Least Significant Difference કસોટી દ્વારા 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવ્યા હતા. જેનું તારણ આ પ્રમાણે જોવા મળ્યું હતું. પદ્ધત્તિસરના બાર (12) અઠવાડિયાના જીમ્નાસ્ટિક્સ, સૂર્યનમસ્કાર અને સાંધિક પ્રવૃત્તિઓની તાલીમ કાર્યક્રમથી પસંદ થતા વિષયપાત્રોના શરીર દળઆંકમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. |
||
| Keywords | ||
| જીમ્નાસ્ટિક્સ, સૂર્યનમસ્કાર, દળઆંક | ||
|
Statistics
Article View: 430
|
||

