તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આરોગ્ય અને સ્વચ્છતા: એક સામાજિક દૃષ્ટિકોણ
| Vol-4 | Issue-6 | June 2019 | Published Online: 12 June 2019 PDF ( 697 KB ) | ||
| Author(s) | ||
Maheshkumar V. Chauhan
1
|
||
|
1Ph.D. Research Scholar, Department of Sociology, Sardar Patel University, Vallabh Vidyanagar (India) |
||
| Abstract | ||
સ્વસ્થ આરોગ્ય એ વ્યક્તિના પોતાના માટે જ નહીં પરંતુ તે તેના કુટુંબ સમાજ અને દેશ માટે પણ ખૂબ જ અગત્યની બાબત છે. સ્વચ્છતાના ખ્યાલો નબળા છે ત્યાંનું આરોગ્ય પણ નબળું હોય છે. કુટુંબ અને સમાજ આરોગ્યના મૂલ્યોના સિચનનું કામ જ ન કરે તો સમાજના આરોગ્ય ઉપર વિપરીત અસર થાય છે. સ્વચ્છતા અને તેમની વચ્ચેના પારસ્પરિક સંબંધો આરોગ્ય સાથે સંબંધ ધરાવે છે. સ્વચ્છતા અને આરોગ્ય એકબીજા સાથે સંકળાયેલા અવિભાજ્ય અંગો છે. જો આ બાબતોની વિશેષ કાળજી ન રાખવામા આવે તો આરોગ્યની અસર સ્વચ્છતા ઉપર અને સ્વચ્છતાની અસર આરોગ્ય ઉપર થયા વગર રહેતી નથી. પ્રાચીન સમયથી જ સ્વચ્છતા અને આરોગ્યની બાબત પ્રત્યે ધ્યાન આપવામાં આવે છે. પરંતુ બદલાતા સમયની સાથે સાથે માનવીના જીવનની તરાહોમાં પણ બદલાવ આવ્યો છે. એક તરફ વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રમાં માનવીએ હરણફાળ ભરી છે પણ તેની સાથે જ બીજી ઘણી બાબતોની અવગણના કરીને સામાજિક સમસ્યાઓ ઊભી કરી છે. વિશ્વના દેશો અને સમાજો માટે પોતાના દેશની વસ્તીના આરોગ્ય અને સામાજિક સુખાકારી અત્યંત મહત્વની છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા વિકાસના લક્ષ્યાંકોમાં પણ સ્વચ્છતા એક મહત્વનો મુદ્દો છે. ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલયોની સુવિધાઓના અભાવનું પ્રમાણ ઘણું વધારે છે. દેશમાં શૌચાલયો કરતાં મોબાઇલની સંખ્યા અનેકગણી હોવાનો ખુલાસો પણ યુનિસેફના અહેવાલના આધારે થયેલો છે. સ્વચ્છતાને કદાચ નાની અને ક્ષુલ્લક બાબત માનવામાં આવે પરંતુ આરોગ્યની દૃષ્ટિએ તે અતિ મૂલ્યવાન છે. |
||
| Keywords | ||
| આરોગ્ય, સ્વચ્છતા, બદલાતી જીવનની તરાહો, સમાજિક સમસ્યા, જાગૃતિ, ગ્રામ્ય વિસ્તાર, પરીવર્તન. | ||
|
Statistics
Article View: 932
|
||


