યુવાનોની લગ્ન વિષયક આકાંક્ષાઓ – સમાજશાસ્ત્રીય અભ્યાસ
| Vol-4 | Issue-03 | March 2019 | Published Online: 13 March 2019 PDF ( 523 KB ) | ||
| Author(s) | ||
ડૉ.ભાગ્યશ્રી જે. રાજપુત
1
|
||
|
1M.Phil scholar, Sociology , Gujarat University, Ahmedabad, Gujarat (India) મુલાકાતી વ્યાખ્યાતા, એચ.કે. આર્ટસ કોલેજ, નટરાજ સિનેમા પાસે, અમદાવાદ |
||
| Abstract | ||
યુવાનોને કોઇપણ દેશનું મહત્વનું અંગ ગણવામાં આવે છે. યુવાનોમાં રહેલો જોમ, જુસ્સો, આવડત, સૂઝ-બુઝ તેનાં વિકાસમાં તેમજ સમગ્ર સમાજનાં વિકાસમાં ખુબ જ મહત્વનો ફાળો આપે છે. પ્રસ્તુત સંશોધન કાર્યમાં પણ યુવાનો જ કેન્દ્રસ્થાને છે. યુવાનોને સ્પર્શતા દરેક પાસાંઓને જાણવા, સમજવા પર ભાર મુકવામાં આવ્યો છે. યુવાનોનાં જીવનને સમજવા માટે તેમની આકાંક્ષાઓ, મહત્વકાંક્ષાઓ, વિચારશૈલીની જાણકારી મેળવવા માટે સૌ પ્રથમ તો યુવાનીનાં ઉંબરે ઉભેલાં યુવાહૈયાની લગ્ન-વિષયક જાણકારી જાણવી ખુબ જ જરૂરી બની રહે છે. પ્રસ્તુત સંશોધન વિષયનો હેતુ યુવાનોની લગ્ન-વિષયક વિવિધ પ્રકારની આંકાક્ષાઓ, વલણો, વર્તન, વિચારો તેમજ યુવાનોનાં વિવિધ પ્રશ્નો અને અજંપાની માહિતી મેળવવાનો છે. લગ્ન-સંબધ એ સમાજવ્યવસ્થાનું મહત્વપૂર્ણ અંગ છે. આજનાં યુવાનોમાં લગ્ન વિશેનાં ખ્યાલો બદલાયા છે. યુવાનોમાં લગ્નવય ઉંચી ગઈ છે. યુવાનો પહેલાં કારકિર્દીને મહત્વ આપે છે ત્યારબાદ લગ્નનું વિચારે છે. આ ઉપરાંત જીવનસાથી પસંદગીનાં વલણો બદલાયાં છે. યુવાનોમાં આંતરધર્મીય અને આંતરજ્ઞાતીય લગ્નનું પ્રમાણ વધ્યું છે. તેમજ છુટાછેડામાં પણ પ્રમાણ વધ્યું છે. આથી પ્રસ્તુત સંશોધનમાં યુવાનોની લગ્ન-વિષયક માહિતી, અભિપ્રાયો એકત્રિત કરવાનો પ્રયત્ન કર્યો છે. |
||
| Keywords | ||
| યુવાનો, લગ્ન, આકાંક્ષાઓ, અજંપા, અપેક્ષાઓ | ||
|
Statistics
Article View: 852
|
||


