સ્વિમિંગ તાલીમ દ્વારા નમનીયતા પર થતી અસરનો અભ્યાસ

Vol-5 | Issue-10 | October-2020 | Published Online: 15 October 2020    PDF ( 614 KB )
DOI: https://doi.org/10.31305/rrijm.2020.v05.i10.032
Author(s)
હેલી જોષી 1; ડૉ. ધરમસિંહ દેસાઈ 2

1પીએચ.ડી. સ્કોલર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

2એસોસિયેટ પ્રોફેસર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

Abstract

આ સંશોધન અભ્યાસનો હેતુ સ્વિમિંગ તાલીમ દ્વારા નમનીયતા પર થતી અસરનો અભ્યાસ કરવાનો હતો.આ સંશોધન અભ્યાસમાં જિલ્લા વિદ્યાસભા સ્કૂલ, અમરેલીના વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 7 થી 14 વર્ષની વય મર્યાદા ધરાવતા માત્ર ભાઈઓને જ વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં સ્વિમિંગની તાલીમ લેતા કુલ 40 વિદ્યાર્થીને જ પસંદ કરવામાં આવ્યા હતા.માપનના ધોરણમાં નમનીયતાનું માપન સીટ એન્ડ રીચ ટેસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. પસંદ કરેલ સ્વિમિંગની તાલીમ દ્વારા વિદ્યાર્થીઓની નમનીયતા પર થતી અસરો માપવા માટે ‘F’ કસોટીનો ઉપયોગ કરી આંકડાકીય પૃથક્કરણ કરવામાં આવ્યુ હતુ. જેનું તારણ આ પ્રમાણે જોવા મળ્યું હતું. પદ્ધત્તિસરનાબાર (12) અઠવાડિયાના તરણની તાલીમ કાર્યક્રમથી પસંદ થતા વિષયપાત્રોના નમનીયતામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.

Keywords
સ્વિમિંગ, નમનીયતા
Statistics
Article View: 492