સામાજિક ન્યાય ભારતીય બંધારણના સંદર્ભમાં

Vol-4 | Issue-03 | March 2019 | Published Online: 13 March 2019    PDF ( 219 KB )
Author(s)
ચાવડા પ્રભા સામતભાઈ 1

1એલએલ.એમ. વિદ્યાર્થી, પી.એચડી. (કાયદાશાસ્ત્ર) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ

Abstract

ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેંડકર  સામાજિક નવજાગરણ ના અગ્રદૂત હતા. તેમણે તેમનું સમગ્ર જીવન  સદી ઓથી દલિત,  શોષિત,  માનવીઓના સામાજિક, આર્થિક તેમજ  શૈક્ષણિક ઉત્થાન માટે  કર્યું હતું. સમાજ માં પ્રવર્તતી રૂઢિગત માન્યતાઓ અને વિષમતાઓને  નષ્ટ કરવા  તેમજ સામાજિક ન્યાય અને દલિતોના અધિકારોને  સુનિશ્ચિત કરવા  તેમણે  આજીવન સંઘર્ષ કર્યો હતો. માનવીય ગૌરવને અને  માનવીય અધિકારોને અખંડિત રાખવા ડૉ. બાબા સાહેબ આંબેંડકર જીવનભર જજુમયા.  અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિને  સમાજ ના મુખ્ય પ્રવાહ માં ભેળવવાં આજીવન સંઘર્ષ કરતાં રહ્યા. બંધારણ ના  ઘડવૈયા  ડૉ. બાબાસાહેબ આંબેંડકર  ભારતીય બંધારણની અંદર પણ  આમુખ (પ્રસ્તાવના),  ભારતીય બંધારણ ભાગ -૩ અને ભારતીય બંધારણ ભાગ -૪ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માં પણ  કચડાયેલા અને શોષિત વર્ગની ચિંતા દેખાય છે. ડૉ. બાબા સાહેબ આંબેડકર  ભારતના સવિંધાનમાં  દરેક માનવ સમુદાય ને  સમાન હક્ક અને અધિકારો આપ્યા છે.  એમના રાજકીય અને સામાજિક વિચારો ને પ્રસ્તુતતા આજે પણ યથાર્થ છે.  ડૉ. બાબાસાહેબ આંબેડકર નું સામાજિક અને રાજકીય ચિંતન  મૌલિક અને વિશિષ્ટ હતું.  છેવાડા ના માનવી ને  હક્ક અને અધિકારો મળે એ  સંદર્ભે માત્ર ભારતીય બંધારણ માજ નહીં પરંતુ  તેમના વિવિધ ગ્રંથો  અને સામયિકોમાં સ્પષ્ટ વિચારો વ્યક્ત  કર્યા છે.  આ ઉપરાંત  એમણે કરેલા કર્યો માં પણ  એમના મૌલિક વિચારોનું સ્પષ્ટ પ્રતિબિંબ  જોઈ શકાય છે.

રાજકીય વિચારો માં રાજયનું સ્વરૂપ,  રાજય અને વ્યક્તિ , રાજય અને સમાજનું પ્રતિપાદન,  રાજય અને પ્રકૃતિક અધિકાર કાયદા ધ્વારા સામાજિક પુનઃરચના વગેરે  ઉપરાંત  સામાજિક સંદર્ભ માં  ખાસ કરીને ઉપેક્ષિતવર્ગના  હક્કો અધિકારો નું યોગ્ય જતન  અને પ્રતિનિધિત્વ માટે કરેલું યુગ કર્મ આજે પણ એટલુજ પ્રસ્તુત છે.

ભારત ની આઝાદી ના સાત દાયકા પછીપણ હજુ એવો અલ્પવિકસિત સમુદાય છે  કે કેન્દ્ર  અને રાજ્ય  સરકારની વિવિધ  ઉત્કર્ષકારક યોજનાઓ નો લાભ  આ વર્ગ સુધી પહોચતો નથી , ત્યારે ડૉ. બાબા સાહેબ ના વિચારો આજે પણ  એટલાજ પ્રસ્તુત બની રહે છે ભારતીય બંધારણ ઘડવૈયા અને લાખો- શોષિત પીડિત ની અનુકંપા ને વાચા આપનાર  ડૉ. બાબા સાહેબ આબેંડકર આજન્મ અસમાનતા થી ભરેલા સમાજ માં વ્યાપત દૂષણો ને દૂર કરવા માટે અવિરત સંઘર્ષ કર્યો.

Keywords
સામાજિક , આર્થિક, રાજકીય
Statistics
Article View: 1295