પ્રયોગશીલ નવલકથાઃ ટાઇમબોમ્બ

Vol-4 | Issue-7 | July 2019 | Published Online: 15 July 2019    PDF ( 344 KB )
Author(s)
ડો. પંકજ આર. પટેલ 1

1આસી. પ્રોફેસર, ગુજરાતી, આર્ટસ કોલેજ, ભીલડી

Abstract

ઇ.સ. ૧૮૬૬માં ‘કરણઘેલો’ના સર્જનથી શરૂ થયેલી ગુજરાતી નવલકથાની વિકાસયાત્રામાં ‘સરસ્વતીચંદ્ર’, ‘ભદ્રંભદ્ર’, ‘ગુજરાતનો નાથ’, ‘દિવ્યચક્ષુ’, ‘સોરઠ તારાં વહેતા પાણી’, ‘મળેલા જીવ’, ‘માનવીની ભવાઇ’, ‘જનમટીપ’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ એમ અનેક સીમાચિહ્નરૂપ કૃતિઓ સર્જાઇ. આ કૃતિઓએ જીવનમૂલ્યોનું જતન-સંવર્ધન, સામાજિક ્ને સંતર્પક કથારસને મુખ્યત્વે કેન્દ્રમાં રાખ્યો. ગોવર્ધનરામ ત્રિપાઠી, રમણભાઇ નીલકંઠ, કનૈયાલાલ મુનશી, રમણલાલ દેસાઇ, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, ઇશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, ગુણવંતરાય આચાર્ય,  દર્શક વગેરેએ પોતાની આગવી કથનશૈલી દ્વારા કથાસાહિત્યને સમૃદ્ધ કર્યું.

Keywords
વૈશ્વિક પરિસ્થિતિ, અસ્તિત્વવાદી, પરિવર્તન, ટેકનિક, પરાવાસ્તવદર્શી
Statistics
Article View: 846