ચક્રિય તાલીમ દ્વારા તાલીમાર્થીઓના પગના વિસ્ફોટકબળ પર થતી અસરોનો અભ્યાસ

Vol-5 | Issue-12 | December-2020 | Published Online: 14 December 2020    PDF ( 396 KB )
DOI: https://doi.org/10.31305/rrijm.2020.v05.i12.002
Author(s)
ડૉ. શાહિનબાનુ કાજી 1

1(P. T. ટ્રેનર) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, શ્રીમતી ડી.એસ. પટેલ હાઈસ્કૂલ, વલાસણ, આણંદ

Abstract

આ સંશોધન અભ્યાસનો હેતુ ચક્રિય તાલીમ દ્વારા તાલીમાર્થીઓના પગના વિસ્ફોટકબળ પર થતી અસરોનો અભ્યાસ કરવાનો આ સંશોધન અભ્યાસમાં શ્રીમતી ડી. એસ. પટેલ હાઈસ્કુલ અને પે સેન્ટર શાળા વલાસણની હેન્ડબોલ રમતની 12 થી 17 વર્ષની કુલ 40 વિદ્યાર્થીનીઓને પસંદ કરવામાં આવી હતી. જેમાં હેતુલક્ષી નમૂના પદ્ધતિથી આ વિષયપાત્રોને પસંદ કરવામાં આવ્યા હતા. માપનના ધોરણમાં પગના વિસ્ફોટક બળનું માપન ખડી લાંબીકૂદ દ્વારા કરવામાં આવ્યું હતું. આઠ અઠવાડિયાની ચક્રિય તાલીમ કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં પસંદ કરેલ ચલાયમાનોની પૂર્વ કસોટી અને તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અંતિમ કસોટી પ્રયોજી આંકડાઓનું એકત્રીકરણ કરવામાં આવ્યુ હતુ. મળેલ પ્રાપ્તાંકોના મધ્યકો વચ્ચે સાર્થકતા ચકાસવા ‘t’ ટેસ્ટ લાગુ પાડી 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવી હતી. જેનું તારણ આ પ્રમાણે જોવા મળ્યું હતું. પ્રી-ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ જૂથો વચ્ચે ખડી લાંબીકૂદ કસોટીમાં સાર્થક તફાવત જોવા મળ્યો હતો. આથી કહી શકાય કે, પ્રી-ટેસ્ટ કરતાં પોસ્ટ-ટેસ્ટ જૂથ ખડી લાંબીકૂદ કસોટીમાં ચઢિયાતું જોવા મળ્યું હતું.

Keywords
ચક્રિય તાલીમ, વિસ્ફોટકબળ, ખડી લાંબીકૂદ
Statistics
Article View: 525