ઉચ્ચપ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અંગેની જાગૃતતાનો સમાજશાસ્ત્રીય અભ્યાસ

Vol-4 | Issue-04 | April 2019 | Published Online: 15 April 2019 PDF
Author(s)
દેસાઇ મનીષાબેન આર. 1

1Ph.D. રિસર્ચ સ્કોલર, સમાજશાસ્ત્ર વિભાગ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી

Abstract

સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણમાંથી થયેલું છે. પર્યાવરણ એ કુદરત તરફથી માનવજાતને મળેલી અમુલ્ય ભેટ છે. માનવ અને પર્યાવરણ એકબીજા પર અસર કરે છે. વિશ્વની માનવજાત અને તમામ જીવોનું અસ્તિત્વ પર્યાવરણને આભારી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ ૧૯૭૨ માં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય સમાજમાં પર્યાવરાણનો અનોખો મહિમા છે. પર્યાવરણ અંગેની જાગૃતિ કેળવવા તથા પર્યાવરણની સુધારણા અને રક્ષણ કરવા માટે તથા વિદ્યાર્થીઓમાં  પર્યાવરણ અંગે સભાનતા કેળવાય તે હેતુ થી GCERT દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે.  પ્રસ્તુત સંશોધન પેપર માટે સમષ્ટિ તરીકે અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત સંચાલિત શ્રી પ્રતાપપરા  પ્રાથમિક શાળા હતી. સમષ્ટિમાં ૨૦૦ વિધાર્થીઓ હતાં. તેમાથી નિદર્શ તરીકે ધોરણ ૭ અને ૮ ના ૨૦-૨૦ વિધાર્થીઓ આકસ્મિક  નમુના પસંદગી દ્વારા લેવામાં આવ્યા હતાં. માહિતી એકત્રિત કરવા માટે પર્યાવરણ જાગૃતિ અંગેની મુલાકાત અનુસૂચિની રચના કરવામાં આવી હતી. એકત્રિત માહિતીનુ SPSS દ્વારા પૃથ્થકરણ કરવામાં આવ્યુ હતું. આ પૃથ્થકરણના પરિણામોમાં જોવા મળ્યુ હતુ કે કુમારોની પર્યાવરણ અંગેની જાગૃતતા કન્યાઓ કરતાં વધારે હતી. ધોરણ ૭ કરતાં ધોરણ ૮ ના વિધાર્થીઓમાં પર્યાવરણ અંગેની જાગૃતતા વધારે હતી.

Keywords
પ્રાથમિક શાળા, પર્યાવરણ, જાગૃતતા, સમાજશાસ્ત્રીય
Statistics
Article View: 253