અમદાવાદ શહેરના સ્ત્રી સફાઈ કામદારના સામાજિક પરિવર્તનનો અભ્યાસ

Vol-2 | Issue-9 | September 2017 | Published Online: 15 September 2017    PDF ( 671 KB )
Author(s)
પ્રા. ગોપાલભાઈ લકુમ 1; પ્રા. ડો. નટુભાઈ વર્મા 2

1સંશોધનકર્તા, સરસપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદ; ગુજરાત યુનિવર્સીટી અમદાવાદ

2સંશોધન માર્ગદર્શક, સમાજશસ્ત્ર વિભાગ, એલ. ડી. આર્ટસ કોલેજ અમદાવાદ; ગુજરાત યુનિવર્સીટી અમદાવાદ

Abstract

સમાજશાસ્ત્રના વિષયવસ્તુમાં સામાજિક અને સંસ્કૃતિક પરિવર્તનના અભ્યાસનો એક મહત્વનો ભાગ ગણવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં કોઈપણ સમાજ એવો નથી કે જે પરિવર્તનની પ્રક્રિયાથી અલિપ્ત હોય. જોકે દરેક સમાજની પરિવર્તનની પ્રક્રિયા એક સરખી ન હોય તે શક્ય છે. પરિવર્તનની માત્રા, ઝડપ(ગતિ), દિશા વગેરેમાં ફેરફાર હોય શકે પરંતુ પરિવર્તન આવ્યા વગર રહેતું નથી. સમાજની જુદી-જુદી રચનાઓ, શાખાઓ કે સંસ્થાઓમાં પણ પરિવર્તન આવે છે. તેવીજ રીતે જ્ઞાતિ વ્યવસ્થામાં પણ પરિવર્તન આવતું જોવા મળે છે.

ભારતીય સમાજ વિવિધ નાના-મોટા માનવ જૂથોમાં વહેંચાયેલો જોવા મળે છે. આવા માનવજૂથોને હિન્દુ સમાજમાં જ્ઞાતિ કે નાત તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સમાજ આવા વિવિધ જ્ઞાતિ જૂથોનો બનેલો બહુમુખી સમાજ છે. આવા વિવિધ જ્ઞાતિ જૂથોની રચના ક્યારે અને કેવી રીતે થઈ તે કહેવું મુશ્કેલ છે છતાં એવું માનવમાં આવે છે કે ભારતીય સમાજમાં અનુ વૈદિક યુગથી જ્ઞાતિ પ્રથા અસ્તિત્વમાં આવી. વેદકાલિન સમાજમાં પણ ઊંચનીચના કોટીક્રમ ધરાવતી સ્તરરચના જોવા મળતી હતી. દરેક જ્ઞાતિના લોકોનું જીવન પરંપરાગત રૂઢિઓ, માન્યતાઓ અને રિતરિવાજો ઉપર આધારિત હોય છે. ભારતીય સમાજ વ્યવસ્થામાં કુટુંબ સંસ્થા, લગ્ન સંસ્થાની જેમ જ્ઞાતિ પણ એક સામાજિક સંસ્થા તરીકે ઓળખાય છે. ભારતીય સામાજિક જીવનમાં મોટાભાગના ક્ષેત્રોમાં જ્ઞાતિ વ્યવસ્થાને મહત્વ અપાય છે. ભારતીય હિન્દુ સમાજ વ્યવસ્થાઓ પાયો વૈદિક સમાજની વર્ણ વ્યવસ્થા પર રહેલો છે. પ્રવર્તમાન જ્ઞાતિ સ્તર રચનાને સમજવા માટે વર્ણ વ્યવસ્થાની ઉત્પત્તિનો સંક્ષેપમાં વિચાર કરીએ તો હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વર્ણપ્રથાને ઈશ્વર રચિત માનવમાં આવે છે. આજે પણ વર્ણવ્યવસ્થાને  ઈશ્વરીય વ્યવસ્થા માનવા વાળો મોટો વર્ગ છે.

મનુસ્મૃતિમાં વર્ણપ્રથાની ઉત્પત્તિ વિશે કહેવાયું છે કે પરમાત્માના ચાર અંગોમાંથી ચાર વર્ણ ઉત્પન્ન થયા છે. મુખમાંથી બ્રાહ્મણ, હાથમાંથી ક્ષત્રિય, પેટમાંથી વૈશ્ય અને પગમાંથી શુદ્ર, આ ચારેય વર્ણના કાર્યો પણ નક્કી થયેલા હતા. સમય જતાં આ ચારેય વર્ણમાંથી પાંચમા વર્ણનું સર્જન થયું જેને અતિશુદ્ર તરીકે ઓળખવામાં આવ્યા. પ્રસ્તુત સંશોધન અમદાવાદ શહેરના સ્ત્રી સફાઈ કામદાર વિષે તથા તેમનામાં સામાજિક પરિવર્તનના વિષેનો ચિતાર રજૂ કરેછે.

Keywords
સામાજિક અને સંસ્કૃતિક, કુટુંબ સંસ્થા
Statistics
Article View: 866