શહેરી અને ગ્રામીણ વિદ્યાર્થીઓની ઝડપ અને રૂધિરાભિસરણ શ્વસન સહનશક્તિનો તુલનાત્મક અભ્યાસ
Vol-6 | Issue-11 | November-2021 | Published Online: 12 November 2021 PDF ( 276 KB ) | ||
DOI: https://doi.org/10.31305/rrijm.2021.v06.i11.003 | ||
Author(s) | ||
મનોજ જે. શિંદે
![]() |
||
1પીએચ.ડી. સ્કોલર, શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિદ્યાશાખા (ગૂજરાત વિદ્યાપીઠ), સાદરા, તા.જિ. ગાંધીનગર-382320 |
||
Abstract | ||
આ સંશોધન અભ્યાસનો હેતુ શહેરી અને ગ્રામીણ વિદ્યાર્થીઓની ઝડપ અને રૂધિરાભિસરણ શ્વસન સહનશક્તિનો તુલનાત્મક અભ્યાસ કરવાનો હતો. આ સંશોધન અભ્યાસમાં શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિદ્યાશાખા, સાદરામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓને વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 17 થી 21 વર્ષની ઉંમર ધરાવતા વિદ્યાર્થી ભાઈઓને વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં બી.પી.ઈ.એસ.ના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓને વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 15 ગ્રામીણ વિદ્યાર્થી ભાઈઓ અને 15 શહેરી વિદ્યાર્થી ભાઈઓને યદ્દચ્છ પદ્ધતિથી વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. માપનના ધોરણોમાં ઝડપનું માપન 50 વાર દોડ કસોટી અને રૂધિરાભિસરણ શ્વસન સહનશક્તિનું માપન 600 વાર દોડ કસોટી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત કરેલ માહિતી પર ‘t’ ટેસ્ટ લાગુ પાડી મધ્યકો વચ્ચેના તફાવતોને 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવી હતી. જેના તારણો આ પ્રમાણે જોવા મળ્યા હતા. ગ્રામીણ અને શહેરી વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે 50 વાર દોડ કસોટીમાં સાર્થક તફાવત જોવા મળતો હતો. આથી કહી શકાય કે ગ્રામીણ વિદ્યાર્થી જૂથ કરતાં શહેરી વિદ્યાર્થી જૂથ ઝડપમાં ચઢિયાતું જોવા મળ્યું હતું. ગ્રામીણ અને શહેરી વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે 600 વાર દોડ કસોટીમાં સાર્થક તફાવત જોવા મળતો ન હતો. આથી કહી શકાય કે બંને જૂથ રૂધિરાભિસરણ શ્વસન સહનશક્તિમાં સમાનતા ધરાવતા હતા. |
||
Keywords | ||
શહેરી અને ગ્રામીણ વિદ્યાર્થીઓ, 50 વાર દોડ, 600 વાર દોડ, ‘t’ ટેસ્ટ | ||
Statistics
Article View: 64
|