ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર સામાજિક આર્થિક સ્થિતિની અસર

Vol-4 | Issue-5 | May 2019 | Published Online: 25 May 2019 PDF
Author(s)
દેસાઇ મનીષાબેન આર. 1

1Ph.D. રિસર્ચ સ્કોલર, સમાજશાસ્ત્ર વિભાગ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી.

Abstract

બાળ વિકાસ એ જૈવિક, મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક ફેરફારોનો સમાવેશ કરે છે જે જન્મ અને કિશોરાવસ્થાના અંત વચ્ચે મનુષ્યમાં થાય છે. તે સમાન દરે પ્રગતિ કરતું નથી અને દરેક તબક્કા વિકાસના અગાઉના પ્રકારોથી પ્રભાવિત થાય છે. વૃદ્ધિ એટલે શરીરની પેશીઓમાં વધારો, ખાસ કરીને તે ઊંચાઈ અને વજનમાં વધારો દર્શાવે છે. પ્રસ્તુત સંશોધન ગ્રામ્ય વિસ્તારની ઉચ્ચ પ્રાથમિક શાળાના સર્વાંગી વિકાસ પર સામાજિક-આર્થિક સ્થિતિની અસર વિશે છે. પ્રસ્તુત સંશોધનમાં કુલ સાત વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ ઉત્તરદાતા પાસેથી ડેટા એકત્રિત કરવા અને સંશોધનના ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે કરવામાં આવ્યો હતો. ઉત્તરદાતાઓ પાસેથી ઇન્ટરવ્યુ શેડ્યૂલ દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. આ સંશોધન માટે અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક શાળાની પસંદગી કરવામાં આવી હતી. શાળાનું નામ શ્રી જાળીયા પ્રાથમિક શાળા હતું. વ્યાપવિશ્વમાંથી આકસ્મિક નમૂના પદ્ધતિ દ્વારા નમૂનાની પસંદગી કરવામાં આવી હતી. ધોરણ આઠ માંથી કુલ 30 વાલીઓ અને 30 વિદ્યાર્થીઓને ઉક્ત શાળામાંથી નમૂના તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ઉત્કલ્પનાઓના પરિણામ દર્શાવે છે કે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની ઉચ્ચ પ્રાથમિક શાળાના સર્વાંગી વિકાસ પર સામાજિક-આર્થિક સ્થિતિમાં કોઈ નોંધપાત્ર તફાવત કે અસર જોવા મળી નથી.

Keywords
સામાજિક-આર્થિક સ્થિતિ, વિદ્યાર્થી, માતાપિતા, સર્વાંગી વિકાસ, ઉચ્ચ પ્રાથમિક શાળા
Statistics
Article View: 152