સૌરાષ્ટ્રના વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના ગ્રામીણ સમુદાયમાં રહેતા લોકોમાં સામાજિક પરિવર્તન

Vol-5 | Issue-3 | March-2020 | Published Online: 16 March 2020    PDF ( 221 KB )
DOI: https://doi.org/10.5281/zenodo.3813584
Author(s)
Rashmi Prajapati 1

1Ph.D. Scholar, Gujarat University, Ahemdabad, Gujarat (India)

Abstract

સમાજશાસ્ત્ર સમાજના જુદા-જુદા એકમોનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરે છે. આધુનિક વિશ્વમાં વિકસતા દેશો માટે સામાજિક પરિવર્તનને સમજવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કરાયેલ અભ્યાસનું મહત્વ વધ્યું છે. કોઈપણ સમાજ સ્થિર નથી દરેક સમાજમાં ઓછા-વત્તા પ્રમાણમાં પરિવર્તન આવ્યા જ કરે છે. ભારતીય સમાજની સ્તર રચના જ્ઞાતિ આધારિત જોવા મળે છે. દરેક જ્ઞાતિમાં સમયાંતરે પરિવર્તન આવતું જ રહે છે  જેમાં રીત-રિવાજો, લગ્નવિષયક, રહેણી કરણી, વગેરે બાબતોમાં  પરિવર્તન આવ્યા જ કરે છે. વર્તમાન સમયમાં અન્ય જ્ઞાતિ કે સમુદાયની અસરના કારણે લોકો પોતાના જ્ઞાતિગત પરંપરાગત રીત-રિવાજોમાં પરિવર્તન સ્વીકારતા થયા છે જેમાં સૌરાષ્ટ્રની વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના લોકો કે જે ગ્રામીણ સમુદાયમાં રહે છે તેઓમાં પરિવર્તન કેવુ અને કેટલુ જોવા મળે છે અને તેના કારણે સાર્વત્રિક રીતે તેઓના જીવનધોરણ અને જીવનશૈલીમાં અસર થઈ છે કે કેમ તે જાણવાનો હેતુ પ્રસ્તુત અભ્યાસમાં રહેલો છે.

Keywords
સૌરાષ્ટ્ર, પ્રજાપતિ ,ગ્રામીણ સમુદાય, સામાજિક પરિવર્તન, જ્ઞાતિ
Statistics
Article View: 726