અમદાવાદ જિલ્લાના નાના પાયાના ઉદ્યોગોનું રોજગારીને આધારે વિશ્લેષણ
| Vol-3 | Issue-10 | October 2018 | Published Online: 10 October 2018 PDF ( 423 KB ) | ||
| Author(s) | ||
પ્રા. ઝાહીદહુસેન શેખ
1;
ડૉ. એન. આર.શાહ
2
|
||
|
1Asst. Prof., Smt. M.P. Patel College of Commerce, Kadi, Gujarat (India) 2Asst. Prof., Department of Economics, Saurashtra University, Rajkot, Gujarat (India) |
||
| Abstract | ||
અમદાવાદ જિલ્લાના ૧૧ તાલુકા માટે તેના નાના પાયાના ઉદ્યોગોનો વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૬ના સમયગાળા માટે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો જે અમદાવાદ જિલ્લાના આર્થિક વિકાસમાં નાના પાયાના ઉદ્યોગોની ભૂમિકા જાણવા મદદરૂપ થશે. પ્રસ્તુત અભ્યાસમાં નાના પાયાના ઉદ્યોગોનું રોજગારીમાં પ્રદાન અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકામાં સમયાંતરે વધ્યું છે કે કેમ તેનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તે માટે પ્રમાણિત વિચલન, મધ્યસ્થ અને ચલનાંક જેવા આંકડાશાસ્ત્રીય પધ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અભ્યાસને અંતે જાણવા મળ્યું કે અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકામાં નાના પાયાના ઉદ્યોગોમાં રોજગારીની તકો સમાન રીતે વધી નથી પરંતુ સમય આધારે તેમાં વધારો થયો છે એટ્લે કે ૨૦૦૭ પછી ઉત્તરોત્તર રોજગારીની તકોમાં વધારો થયો છે. |
||
| Keywords | ||
| અમદાવાદ, ઉધોગો, રોજગારી, વિચલન | ||
|
Statistics
Article View: 1053
|
||


